Home Bharuch ભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે...

ભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે દિવસ બંધ રહેશે…

0

Published By:-Bhavika Sasiya

  • વૈકલ્પિક ફાટકનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જાહેર નોટિસ અપાઈ છે.

ભરૂચ થી દહેજ જતી વેસ્ટર્ન રેલવે લાઈન ઉપર દયાદરા ગામ ઉપર રેલવે ક્રોસિંગ માટે ફાટક મૂકેલ છે. આ ફાટકનો નંબર 11 છે. આ ફાટક ઉપર નેશનલ હાઇવે 48 નબીપુર થી ભરૂચ જંબુસર સ્ટેટ હાઇવે ને જોડતા માર્ગ ઉપર દયાદરા તરફના છેડે આવેલ છે અને આ માર્ગ પર સતત વાહનો ની અવરજવર રહે છે કારણ કે તે નેશનલ હાઇવે 48ને જોડતો માર્ગ છે.

આ ફાટકનું અગત્યનું સમારકામ કરવાનું હોવાથી રેલવે તંત્ર દ્વારા આ ફાટક ને તારીખ 17 જુલાઈ સોમવારે સવારે 09.00 કલાક થી તારીખ 18 જુલાઈ ને સાંજના 18.00 કલાક સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવશે, તો આ રસ્તાના વૈકલ્પિક ઉપયોગ માટે ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રેલવે ફાટક નંબર 05 નો ઉપયોગ કરી શકાશે. આ અંગે રેલવે તંત્ર દ્વારા દયાદરા ફાટક ઉપર જાહેર જનતા માટે જાહેર નોટિસ પણ મૂકવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version