Published by : Rana Kajal
- નહેરના ભંગાણનું સમારકામ થયું પુર્ણ…
ભરૂચ નગરના રહીશોને વીતેલા કેટલાક દિવસોથી નિયમિત અને રાબેતા મુજબનો પાણી પુરવઠો મળતો ન હતો. નહેરમાં ઝનોર પાસે ભંગાણ સર્જાયું હતું. જેના પગલે ભરૂચ નગરના રહીશોને રાબેતા મુજબનો પાણી પુરવઠો આપી શકાયો ન હતો. પરંતુ બે ટંકના સ્થાને માત્ર એક જ ટંક પાણી આપવામાં આવતું હતું. પરંતુ નહેરનું સમારકામ પુર્ણ થઈ જતા હવે આવતી કાલ તા. 11 એપ્રિલથી રાબેતા મુજબ પાણી પુરવઠો આપી શકાશે એમ નગરપાલિકા પાણી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું. અત્રે નોંધવું રહ્યું કે કેનાલમાં વારંવાર ભંગાણની સમસ્યા સર્જાય છે અને તેના પગલે પાણી પુરવઠો ખોરવાય છે તેથી નહેરનું સમારકામ મજબુત રીતે કરવામાં આવે એટલું જ નહી પરંતુ વારંવાર નહેરમાં ભંગાણ ન પડે તેવી કાયમી વ્યવસ્થા ગોઠવાય તેવી લોક માંગ ઉભી થઈ છે.