Published By:-Bhavika Sasiya
તા. 1લી મે ના રોજથી ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી તરીકે કલ્પેશ કુમાર શર્મા ની નિમણૂક ઍક માસ માટે કરવામાં આવી છે…
સમગ્ર ગુજરાત રાજયમાં જુદી જુદી 10 નગરપાલિકાઓ માં આઇ એ એસ ઓફિસરોને તાલીમ અર્થે ઍક મહિના માટે મુખ્ય અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે..
તે મુજબ તા 1લી મેં થી ઍક માસ માટે આઇ એ એસ કલ્પેશ કુમાર શર્મા ને ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ ઍક માસ દરમિયાન તેઓ મુખ્ય અધિકારી તરીકેની તાલીમ મેળવશે ત્યાર બાદ નિયમીત મુખ્ય અધિકારી દશરથ સિંહ ગોહિલ પોતાનો ચાર્જ સંભાળી લેશે એમ જણાવવામાં આવ્યું છે