Published By : Aarti Machhi
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં મળી હતી.જેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરુચ ની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા ત્રણ મુદ્દા રોડ પરના ખાડા,રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટના વિવાદના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું.

વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભરુચ પ્રત્યે નો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેરતા અંતે ચર્ચા માટેની તૈયારી દર્શાવતા વિપક્ષી સભ્યોએ શહેરના રોડ પર ટુંક જ સમય માં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરો નો છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી..