Published By : Parul Patel
આજરોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નગરપાલિકા 54 કર્મચારીઓને નિમણૂકતા પત્ર આપતો કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ નગપાલિકાના મહેકમ પત્રકે સફાઈ કર્મચારીની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે મંજુરી મળતા આજરોજ સરકારના હુકમથી વર્ષોથી નગરપાલિકામાં ફિક્સ પગાર પર ફરજ બજવતા 64 કર્મચારીઓમાંથી 54 જેટલા કર્મચારીઓને કાયમી નિમણુંક હુકમનો પત્ર આજરોજ નગરપાલિકા સભા ખંડ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપ પ્રમુખ નિનાબા યાદવ, પૂર્વ પ્રમુખ સુરભીબેન તબાકુવાલા દ્વારા આપવામાં આવતા નગરપાલિકાના કર્મચારીઓ તથા તેમના પરિવારોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. 54 જેટલા કર્મચારીઓ કાયમી થતા તેઓને પધાધિકરીઓના હસ્તે કાયમી હુકુમ અપાયા હતા.