Published by : Rana Kajal
- વિદેશી દારૂની કુલ 31 બોટલ કિ. રૂ.32 હજાર કરતા વધુ જપ્ત…1 આરોપીની અટક 2વોન્ટેડ…
ભરૂચ નગરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમા સમાવેશ થતા સકજરપોર તળાવ ફળીયા માથી મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે રહેણાક મકાનમાંથી વીદેશી દારૂ ઝડપી પાડયો હતો. એલસીબી પોલીસના પી આઇ ઉત્સવ બારોટે જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટિલના માર્ગદર્શન હેઠળ કામ કરતા અને મળેલ બાતમીનાં આધારે કાયૅવાહી કરવાની સુચના આપતા એલ સી બી પી એસ આઇ એમ એમ રાઠોડે મળેલ બાતમી મુજબ મોહમદ મતીન નઝીર હુશેન શેખ રહે. સક્કરપોર તળાવ ફળીયા ઘાસમંડાઈ ને ત્યાં રેડ કરતા વીદેશી દારૂ બોટલ નગ 31 કી રૂ 32440 જપ્ત કરી હતી. તેમજ મોહમદ શેખની અટક કરી હતી જ્યારે આમીર ઈબ્રાહીમ શેખ રહે ફુરજા રોડ અને શોએબ શરીફ શેખ રહે. વેજલપુર ભરૂચ ને વોન્ટેડ જાહેર કર્યા છે. બનાવની વધુ તપાસ પોલીસ કરી રહી છે.