૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા કચેરીથી સ્ટેશન સુધી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી પાલિકા કચેરીથી નીકળી રાજમાર્ગો ઉપર ફરી રેલ્વે સ્ટેશનથી પરત કચેરી ખાતે પહોંચી હતી જે તિરંગા રેલીમાં નગર સેવકો અને કર્મચારીઓ જોડાયા હતા.