Home Ankleshwar ભરૂચ નર્મદા બ્રિજ પર બસની સ્પીડ કંટ્રોલ છતાં અકસ્માતો આઉટ ઓફ કંટ્રોલ…

ભરૂચ નર્મદા બ્રિજ પર બસની સ્પીડ કંટ્રોલ છતાં અકસ્માતો આઉટ ઓફ કંટ્રોલ…

0

Published By : Patel Shital

  • વધુ 2 બસને નડ્યો અકસ્માત, 3 બનાવમાં 7 વાહનો ટકરાયા
  • ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગડખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રીજ સુધીનો વિસ્તાર અકસ્માત ઝોન બન્યો
  • વરસતા વરસાદ વચ્ચે 2 ST બસો, બાઈક અને અન્ય પાંચથી વધુ વાહનોને અકસ્માત નડ્યો
  • અકસ્માતની 3 ઘટનામાં 1 બસ ચાલક સહીત 2 ને ઈજાઓ પહોંચી

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ST બસની 40 કિમીની લિમિટ બાંધી હોવા છતાં 2 ST બસો સહિત 7 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બસ ચાલક સહિત બેને ઈજાઓ પહોંચી હતી

ભરૂચ ST વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર અકસ્માતની અવારનવાર ઘટનાને પગલે 40 કિલોમીટરની સ્પીડ લિમિટ બાંધી છે જે માટે ST વિભાગે મોનીટરીંગ ટીમો બનાવી હતી.પરંતુ આ માર્ગ ST બસ ચાલકો માટે અકસ્માતનો ઝોન બન્યો હોય છે ફરી આજરોજ સવારના અરસામાં ST બસ નંબર – જી.જે. 18 ઝેડ. 5284 ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે છાપરા પાટિયાની વણાંક પાસેથી પસાર થઇ રહ્યો હતો.

દરમિયાન વરસાદી માહોલમાં પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ST ની વોલ્વો બસના ચાલકે આગળ ચાલતી બસને ટક્કર મારી હતી. માર્ગની વચ્ચેના ડિવાઈડર પરના વીજ પોલ સાથે ભટકાતા બસ માર્ગ ઉપર ક્રોસ થઇ જતા અન્ય એક ઇક્કો કાર અને બાઈક પણ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બસ ચાલક સહિત મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક 108 સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તો આવી જ રીતે ભૂત મામાની ડેરી પાસે સ્વીફ્ટ કાર ચાલકે ઇક્કો કારને પાછળથી આવતી અન્ય 3 ગાડીઓ પણ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી નહતી પરંતુ વાહનોને નુકશાન થવા પામ્યું હતું. જયારે બીજા બનાવમાં વાહન ચાલક વરસાદી માહોલમાં બ્રેક કરવા જતા ગાડી માર્ગની બાજુમાં ખેંચાઈ જઈ ઉતરી પડી હતી.

જો કે તમામ અકસ્માતની ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના 15 દિવસમાં 12 થી વધુ બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતો વરસાદ પડવાના કારણે રોડ ચીકણો બને ત્યારે જ બનતા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version