Published By : Parul Patel
ભરૂચ મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. શૈક્ષણિક કન્યા સંકુલ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળામાં B. Ed ની ઇન્ટર્નશિપ માટે આવેલ તાલીમાર્થી બહેનો દ્વારા બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને ક્રાફ્ટ વર્ક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું સફળ આયોજન શાળાના શિક્ષક પટેલ નસરીન અબ્દુલ્લાહના પૂરતાં માર્ગદર્શન હેઠળ
B. Ed ની ઇન્ટર્નશિપ માટે આવેલ તાલીમાર્થી બહેનોએ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષિકા ઝાલા જયશ્રી બા અને દિવાન ફરઝાનાબેન એ સ્પર્ધામાં નિર્ણાયકશ્રીની ફરજ નિભાવી હતી.
વિજેતા વિદ્યાર્થીનીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.