Published By : Parul Patel
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પઠાર ગામના ખેડૂત બાલુભાઈ પટેલ ખેતીવાડીમાં નામદાર ખેડૂત છે. તેઓ 8 એકરની જમીન ધરાવે છે. તેઓ અનેક જાતની ખેતી કરી રહ્યા છે.
બાલુભાઈ પટેલે 8 એકર જમીનમાં અડધા ભાગમાં રોપા માટે શેરડીનું વાવેતર કર્યું છે. તેમણે નોર્મલ ખેતી ન કરતા નવી પદ્ધતિથી ખેતી કરી છે. બાલુભાઈએ પોતાના ખેતરમાં પાંચ મીટરનો ગોળ ખાડો કરી તેમાં 15 થી 20 ડિંગલા બે આંખ વાળા વાવણી કરી તેમાં ખાતર પાણી આપી શેરડીનું બિયારણ બનાવ્યું છે.
આ પદ્ધતિને રિંગ પદ્ધતિ કહેવાય છે, જે ગુજરાતમાં નવી છે. આ પદ્ધતિ મહારાષ્ટ્ર રાજ્યમાં ઘણા ખેડૂતો કરે છે અને તેનાથી ઘણું સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ રિંગ પદ્ધતિ અપનાવીને બાલુભાઈએ પણ શેરડીની અલગ અલગ જાતો જેવી કે 671, 18121, 7072, 707, 86032, અને 555 નું ઉત્પાદન કર્યું છે. આ બધી જાતો તેમની પાસે ઉપલબ્ધ છે. તેઓ એ સ્ટીસ્યુ રોપા પણ બનાવ્યા છે. આનાથી તેમને એક એકરમાં 800થી 900 ક્વિન્ટલ ઉતારો મળે છે.
આ સર્વે જાતોનું બિયારણ બનાવવા માટે બાલુભાઈએ પોતાની મહેનત અને એગ્રો પ્રોડ્કટ્સ હેઠળ બનાવેલ ખાતર જેમાં લીંબોળી ખોડ, દિવેલી ખોડ, સુગર પ્રેસમણ, તમાકુ પાઉડર અને મરઘાની ચરક, છાણીયું ખાતર નાખી તૈયાર કરવામાં આવતું ઓર્ગેનિક ખાતર શેરડીના રોપાને આપે છે. આ પ્રયોગથી શેરડી ટૂંકા સમય ગાળામાં ઘટાદાર બની જાય છે. બાલુભાઈના આ ઓર્ગેનિક ખાતરના બિયારણની માંગ મહારાષ્ટ્રથી લઇ અંકલેશ્વરના ખેડૂતો કરે છે. જેથી તેમની શેરડીનો પણ મબલખ ઉતારો ખેડૂતો મેળવી શકે.