Home Bharuch ભરૂચ પંડિત ઓમકારનાથ હોલ ખાતે સૈનિક સંમેલન યોજાયું…

ભરૂચ પંડિત ઓમકારનાથ હોલ ખાતે સૈનિક સંમેલન યોજાયું…

0

Published by : Vanshika Gor

  • પૂર્વ સૈનિકો તથા શહાદત પામેલા સૈનિકોના પરિવારજનોનું અભિવાદન કરાયું

ભરૂચ જીલ્લાના પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ વીરનારીઓનું સમેલન પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયુ હતું..સૈનિક સંમેલનને મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી પી.કે.જોષીએ માં ભોમની રક્ષા કાજે પોતાનુ જીવન ન્યોછાવર કરનાર વીર શહીદોના પરિવારોને બિરદાવવાનો આ અવસર ગણાવ્યો હતો.

પૂર્વ સૈનિકો તથા વીરનારીઓને શાલ ઓઢાડી, ભેટ આપી અભિવાદન કરાયું હતું. સંમેલનમાં સુરત સૈનિક કલ્યાણના અધિકારી દિપકકુમાર તિવારી, પ્રાંત અધિકારી નૈતીકા પટેલ, અગ્રણી વિજય પટેલ સહિત પૂર્વ સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવારજનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ભારત માતાના જય જય કાર સાથે સૈનિક સંમેલનનું સમાપન કરાયું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version