Published by: Rana kajal
આજે તા.16 જૂનના શુક્રવારે વહેલી સવારે આશરે 10 વાગ્યાના અરસામાં ભરૂચ નગર અને જિલ્લામાં વરસાદી ઝાપટાની અલપ ઝલપ જણાઈ સાથેજ વિજ ડૂલ પણ થઈ…હવામાન વિભાગે અગાઉથીજ વરસાદી વાતાવરણ અંગે આગાહી કરી હતી. તે સાથે વીજ તત્ર દ્વારા પણ સાવચેતીના હેતુ માટે વીજ પુરવઠો બંધ કરી દિધો હોય તેવું બની શકે છે.આ વરસાદી વાતાવરણ પણ બીપોર જોય વાવાઝોડા સાથેજ સંકળાયેલું હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ હતું હજી ભરૂચ જિલ્લામાં નિયમિત ચોમાસાની ઋતુ શરૂ થવાના આડે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે અને આવતીકાલે તા .17 જૂનના દિવસે ભરૂચ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે એમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું જોકે અત્યાર સુધી બીપોરજોય વાવાઝોડાના કારણે ભરૂચ જિલ્લામા કોઇ નોધપાત્ર નુકશાન થયું નથી. તેની સાથે જિલ્લાનાં લોકો વાવાઝોડા અંગે સચેત અને સાવધાન રહ્યા છે તેની પણ નોધ લેવી પડે તે સાથે સાથે ઉપરવાળાની કૃપા પણ ખરી કે 122 કિલોમીટર દરીયા કિનારા અને કિનારા પાસેજ દહેજ જેવી મોટી જીઆઇડીસી હોવા છતા તેમજ નાના મોટા ગામો વસેલા હોવા છતા અત્યાર સુધી કોઇ નુકશાન કારક ધટના વાવાઝોડાના કારણે સર્જાઈ નથી.