Published by : Vanshika Gor
- વેરો ભરવામાં નિષ્ફળ 27 દુકાનો સીલ, 45 પાણીના જોડાણો કપાયા
- પાલિકા ચોપડે છેલ્લા 6 થી 10 વર્ષ સુધીના 2000 બકીદારો પાસે લેણી નીકળતી 4.33 કરોડની રકમ
- હવે સીલ કરાયેલી 27 દુકાનોની કરાશે હરાજી
માર્ચ એન્ડિંગ વચ્ચે વધતી ગરમી સાથે ભરૂચ નગર પાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારો સામે ઉઘરાણીનો પારો પણ ઊંચે ચઢી રહ્યો છે.ભરૂચ શહેરમાં રેસિડેન્સીયલ અને કોમર્શિયલ મળી 67 હજારથી વધુ મિલકત ધારકો આવેલા છે. જે પૈકી 2000 થી વધુ મિલ્કતધારકોનો છેલ્લા 6 થી 10 વર્ષ સુધીનો જૂનો બાકી વેરો રૂપિયા 5.33 કરોડ છે.વખતો વખતની નોટિસો સરકારની વ્યાજ અને પેનલ્ટી માફીની યોજના છતાં આ જુના વેરા બકીદારો તેમનો બાકી વેરો ભરપાઈ કરી રહ્યા નથી. હવે ભરૂચ પાલિકા આવા વર્ષો જુના વેરા બાકીદારો સામે આકરા તેવર અપનાવી રહ્યું છે.
પાલિકા દ્વારા તમામ 11 વોર્ડમાં બાકી વેરાની વસુલાત માટે ટીમો બનાવી સ્થળ પર જ કડક વસુલાત સાથે સિલિંગ અને નળ જોડાણ કાપવાની ઝુંબેશ શરૂ કરાઇ છે. પાછલા દિવસોમાં પાલિકાની ટીમોએ એક કરોડની બાકી વેરાની વસુલાત કરી છે. હજી જુની વેરા વસુલાત 4.33 કરોડ બાકી છે.જ્યારે 27 દુકાનોને સીલ કરાઈ છે જ્યારે ઘરવપરરાશના બાકીદારોના 45 પાણીના જોડાણો કાપી નખાયા છે. ભરૂચ કારોબારી સમિતિના અધ્યક્ષ નરેશ સુથારવાલાએ સીલ કરાયેલી 27 દુકાનોની આગામી સમયમાં હરાજી કરી વસુલાત કરાશે તેમ જમાવ્યું છે. જ્યારે અન્ય બાકીદારોએ સિલિગ અને પાણી જોડાણ કાપી નાખવાથી બચવા તેમનો વેરો ભરપાઈ કરી દેવા તાકીદ કરાઈ છે.