Published by : Vanshika Gor
- 31 માર્ચ સુધીમાં બાકી મિલકત અને વ્યવસાય વેરો ભરી દંડ અને પેનલ્ટીમાંથી બચવા ટકોર
- એક એપ્રિલ બાદ સીલ કરેલી મિલકતોની હરાજી થશે
ભરૂચ નગરના જૂની બાકી મિલકત ધારકો અને વ્યવસાયવેરાના બાકીદારોને નગર પાલિકાએ 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરી પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા ટકોર કરી છે.માર્ચ એન્ડિંગને હવે 11 દિવસ બાકી રહ્યા છે. ભરૂચ નગર પાલિકાની વેરા વસુલાત અને મિલકતો સિલિંગ સાથે નળ જોડાણ કાપવાની ઝુંબેશ આગળ ધપી રહી છે.
ત્યારે મિલકત વેરાના જુના બાકીદારોને આઝાદી કા અમૃત મહોત્સવ મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજનાનો લાભ લેવા ભરૂચ નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલાએ અપીલ કરી છે.31 માર્ચ સુધીમાં શહેરના જૂની બાકી મિલ્કતધારકો તેમનો વેરો ભરપાઈ કરતા વ્યાજ, દંડ અને પેનલ્ટીમાંથી બચી શકશે. એવી જ રીતે બાકી વ્યવસાયધારકો પણ તેમનો જૂનો વ્યવસાય વેરો ભરી આ યોજનાનો લાભ મેળવી શકશે.એક એપ્રિલથી બાકીદારોને વ્યાજ, દંડ અને પેનલ્ટી ભરવી પડશે. સાથે જ પાલિકા સિલિંગ કરેલી મિલકતોની હરાજી કરશે.