Published By:-Bhavika Sasiya
- હાઇકોર્ટે પિટિશનરને કોઈ વાંધો લેવાનો અધિકાર નહિ હોવાનું કહી કેસ ડિસમિસ કર્યો.
ભરૂચ નગર પાલિકા પ્રમુખ તરીકે સત્તાનું સુકાન સંભાળતા જ અમિત ચાવડાની જાતિના પ્રમાણપત્ર અંગે શરૂ થયેલો વિવાદ તેમની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા આવતા જ હાઇકોર્ટના હુકમથી પૂર્ણ થઈ ગયો છે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત શીવલાલ ચાવડાની જ્ઞાતિ અંગેના પ્રમાણપત્રો ખોટા અને બોગસ છે તેવો વિવાદ દિનેશ વીરાભાઈ ખુમાણ દ્વારા પ્રમુખપદ ગ્રહણ કરવાના સમયથી જ ઉઠાવવામાં આવેલ હતો.પ્રમુખની જાતિના પ્રમાણપત્રને કોર્ટમાં પણ પડકરાયું હતું. ગુજરાત હાઈકોર્ટ સુધી પીટીશન ફાઈલ કરવામાં આવેલ હતી. હાઇકોર્ટના નિર્દેશ અનુસાર સ્ક્રુટીની કમીટી સમક્ષ બંને પક્ષોએ રજૂઆત કરી હતી. બંને પક્ષોની રજૂઆત ધ્યાને લઈ સ્ક્રુટીની કમીટીએ અમિત શીવલાલ ચાવડાની તરફેણમાં હુકમ કરેલો હતો.તે હુકમથી નારાજ થઈ ફરીથી અરજદારે હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરી હતી. પીટીશનની આખરી સુનાવણી 23 ઓગસ્ટએ થઈ હતી. હાઈકોર્ટના જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી દ્વ્રારા હુકમ કરી દિનેશ ખુમાણની પીટીશન તેઓને આવો કોઈ વાંધો લેવાનો અધિકાર નથી તેમ કહી ફગાવી દીધી હતી. જ્યારે સ્ક્રુટીની કમીટીના અહેવાલ ઉપર મંજુરીની મહોર મારી કેસને ડીસમીસ કર્યો હતો