Published by : Rana Kajal
- 200 થી વધુ કાચા મકાનો, 100 થી વધુ ફ્લેટ અને 78 થી વધુ જોખમી ઇમારતો ઉતારવા તાકીદ
- જે જોખમી મિલકત ધારક ઇમારત ઉતારવામાં અસક્ષમ હોય તેને પાલિકા કરશે મદદ
આગામી સમયમાં ચોમાસાના આગમનને લઈ ભરૂચ પાલિકા તંત્ર વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ જોખમી મિલકત ધારકોને નોટિસો બજાવી એક્શનમાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં આગામી વરસાદી ઋતુને લઈ વહીવટી અને પાલિકા તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. ચોમાસાના આગોતરા આયોજનની કામગીરી દરેક સરકારી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ હાથ ધરી છે.

ભરૂચ નગર પાલિકા દ્વારા પણ પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ શહેરમાં આવેલી 27 કાંસોની સફાઈ અને તેને ઊંડી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
ચોમાસામાં ભરૂચ શહેરમાં તેમાં પણ ખાસ કરી જુના ભરૂચમાં કાચા અને જર્જરીત જુના મકાનો તૂટી પડવાની ઘટના દર વર્ષે બને છે. જેમાં જાનમાલની નુકશાની સર્જાઈ છે.

પાલિકા તંત્ર પ્રતિવર્ષ છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં આવેલા આવા જર્જરતી અને જોખમી મકાનોને ઉતારી લેવા દર વર્ષે નોટિસો બજાવે છે. હાલ પણ આગામી ચોમાસાને ધ્યાને લઇ કોઈ દુર્ઘટના ન બને તે માટે 200 થી વધુ કાચા મકાનો, 100 થી વધુ ફ્લેટ અને 78 થી વધુ ઇમારતોને ઉતારી લેવા પાલિકાએ નોટિસો બજાવી છે.
ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જોખમી અને જર્જરીત મિલકત ધારકો પોતે મકાન ઉતારવા અસમર્થ હોય તો પાલિકાનો તંત્ર કરે. પાલિકામાં અરજી આપ્યાથી ફાયર વિભાગ આ ઇમારતો દૂર કરવા મદદરૂપ થશે.