Home Bharuch ભરૂચ પ્રમિયર લીગની સફળતાની હેટ્રિક…

ભરૂચ પ્રમિયર લીગની સફળતાની હેટ્રિક…

0
  • મેન્ટર મુનાફ પટેલ, ચેરમેન ઇસ્માઇલ મતાદાર અને પ્રમુખ દુખ્યંત પટેલ ભરૂચમાં ક્રિકેટ ટુર્નામેન્ટને નવી ઊંચાઈ એ લઈ ગયા

ભરૂચ કિકેટ એશોસીએશન દ્વારા આયોજીત કેન્ડલ ગ્રુપ ભરૂચ પ્રીમીયમ લીંગ સીઝન ૩નું સફળ આયોજન કરાયું.

ભરૂચ ક્રિકેટ એશોસીએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજીત ભરૂચ પ્રિમીયર લીગ સીઝન-૩ ની ફાઈનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોટર્સ કલ્બ ખાતે ગુજરાત લાયસન્સ અને વાગરા વોરીયર્સની ટીમ વચ્ચે રમાય હતી જેમાં ગુજરાત લાયન્સ નો ૩૦ રનથી વિજય થયો હતો.
ભરૂચ જીલ્લાના ક્રિકેટ ઇતિહાસ માં હજારો લોકો ફાઈનલ મેચ જોવા આવ્યા હોય એવો આ પહેલો પ્રસંગ બન્યો હતો.


આ ટુર્નામેન્ટનું દરેક મેચોમાં લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ૪ કેમેરા સાથે લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

ફાઈનલ મેચના અંતે ઇનામ વિતરણ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એશેસીએશનના પ્રમુખ દુષ્યંત પટેલ ,ગુજરાત ક્રિકેટ એશોસીએશના ઉપપ્રમુખ હેમંત કોન્ટ્રાકટર, ભારતીય ટીમના ભુતપૂર્વ ખેલાડી રાકેશ પટેલ, ટૂર્નામેન્ટના ટાઈટલ સ્પોન્સર કેન્ડલ ગ્રુપના ચેરમેન ઉમેશ વીઠલાણી, ઝામ્બીયન ક્રિકેટ યુનીયનના સભ્ય ફીરોઝ આગાઝ, ભરૂચ ક્રિકેટ એશોસીસેશનના માનદ મંત્રી ઇસ્તીયાક પઠાણ, ઉપપ્રમુખ મનીષ નાયક તથા બી.સી.એ. ના અન્ય સભ્યો હાજર રહયા હતા.

આ લીગને સફળ બનાવવા સંદીપ વીઠલાની, ઉત્પલ રાણા, નિશાંત મોદી, અમર સહદાદપુરી, નવેન્દુ ગોયલ, કેતન ભાલોદવાલા, દર્શન સહદાદપુરી, પવન ત્રિવેદી, ફારૂક ફુલે, મકબુલ પટેલ ઉમરાજવાલા, નીસર્ગ પરમાર, મેહફુઝ પટેલે ખુબ જેહમત ઉઠાવી હતી.

નાતંદુરસ્ત તબીયત હોવા છતાં કેન્ડલ ગ્રુપ ભરૂચ પ્રિમીયમ લીગ સીઝન-૩ ને ભવ્ય સફળતા અપાવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલેઆ ટુર્નામેન્ટના ચેરમેન અને ભરૂચ ક્રિકેટ એસોસીએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારની ખુબ પ્રસંસા કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version