Published By : Parul Patel
ભરૂચ મનુબરવાલા મુન્સી સ્કુલના પટાંગણામાં મુન્સી સ્કુલ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરુચના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય ફાયર સર્વીસ, ભરૂચનુ ફાયર સેફ્ટી મોક્ડ્રીલ માટેનુ આયોજન કરવામાં આવ્યું.
આ મોકડ્રીલમાં નગર પાલીકા- ભરુચના સેફ્ટી ઓફીસર- કર્મચારીઓએ ભાગ લઇ જ્યારે વાસ્તવમાં અકસ્માત થાય, મોટી હોનારત સર્જાય, આગ લાગે ત્યારે જેતે પ્રિમાઇસીસને કેવી રીતે બચાવી શકાય, પ્રિમાઇસિસમાં માનવ જીવનને કઇ રીતે સુરક્ષિત બહાર કાઢી શકાય, માલ મિલ્કતનુ નુકશાન કઇ રીતે અટકાવી શકાય તેનું પ્રેક્ટીકલ મોકડ્રીલ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરુચના પ્રેસીડેન્ટ ઇલાબેન આહિરે પ્રાસંગિક ઉદ્બોધન કરી ભરુચ ઔદ્યોગિક વિસ્તાર હોય, નર્મદામાં અતિભારે પુર આવતું હોય, શાળાઓમાં હજારોની સંખ્યામાં વિધ્યાર્થીઓ હોય તેમને સુરક્ષિત રાખવા ફાયર બ્રિગેડ સક્ષમ છે, ત્યારે આપણે સૌ સામાજિક સંસ્થાઓએ તેમને સહયોગ આપતા રહેવું જોઇએ, તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે મુન્સી સ્કુલના ફાઉન્ડર ટ્રસ્ટી ઇબ્રાહિમભાઇ સાલેહ તથા ટ્રસ્ટીગણ, ફાયર સેફ્ટી ઓફિસર ચિરાગ ગઢવી સહિત સ્કુલના પ્રિન્સીપાલ સહિત તમામ શિક્ષકો અને 700 જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી મોકડ્રીલ નિહાળ્યું હતું.