- ભરૂચ-નર્મદા જીલ્લામાં દુધની અછત નહી સર્જાયા જણાવ્યું ડેરીના સંચાલકોએ
ભરૂચમાં માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ બીલના વિરોધમાં હજારો લીટર દૂધનો નર્મદા નદીમાં અભિષેક કરીના મામલે ભરૂચ-નર્મદા જીલ્લામાં દુધની અછત નહી સર્જાયા તે માટે દૂધધારા ડેરીએ વિશેષ આયોજન કર્યું છે.
ઢોર નિયંત્રણ બીલને લઈ ગુજરાતભરમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ બીલ રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જીલ્લામાં માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ બીલના વિરોધમાં હજારો લીટર દૂધનો નર્મદા નદીમાં અભિષેક કરી વિરોધ નોંધાવ્યો હતો

જેને પગલે રોજીંદા ઉપયોગમાં લેવાતા દૂધની અછત નહિ સર્જાય તે માટે ભરુચ દૂધધારા ડેરી દ્વારા વિશેષ આયોજન કર્યું છે અને ભરૂચ-નર્મદા જીલ્લામાં દુધના વપરાશકર્તાઓને અગવડ નહિ વેઠવી પડે તે માટે એકશન પ્લાન બનાવ્યો છે દૂધધારા ડેરી બોર્ડ ઓફ ડિરેક્ટર સાગર પટેલે જણાવ્યું છે કે ભરુચ-નર્મદા જિલ્લાની જનતાના દૂધની જરૂરિયાત પૂર્ણ કરતી દૂધધારા ડેરી દ્વારા માલધારી સમાજના વિરોધ પ્રદર્શનની કોઈ અસર નહિ પડે તે માટે આજે તમામ દૂધ કેન્દ્રો પર કોઈપણ જાતની પ્રજાને અડચણ નહિ પડે તે માટે દૂધનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે અને લોકોને આવનારા સમયમાં પણ અવિરત પણે દૂધ મળતું રહેશે જેથી લોકોએ ગભરાવવાની કોઈપણ જાતની જરૂર નથી સાથે ગામેગામથી પણ દૂધનો જથ્થો પશુ પાલકો પાસેથી આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
