Published By : Parul Patel
- નળિયા અને છાપરામાંથી ટપકતું વરસાદી પાણી, તિરાડ પડેલી દીવાલોમાં ઊગી નીકળેલા છોડ
- ફરજ પર રહેતા પોલીસ જવાનો વચ્ચે પરિવારને સાપથી પણ ખતરો

ભરૂચ રેલવે પોલીસ કોલોનીમાં જર્જરીત કવાટર્સમાં રહેતી પોલીસ પત્નીઓ અને પરિવારોએ તેમની વેદના ઠાલવી છે.
રેલવે પોલીસ કવાટર્સ વર્ષો જુના છે. અહીં કેટલાય પોલીસ પરિવારો 10 વર્ષ ઉપરાંતથી રહી રહ્યાં છે. જોકે ચોમાસામાં તેઓના કવાટર્સના નળિયા અને પતરામાંથી ટપકતાં વરસાદી પાણીથી બચવા દર વર્ષે તાડપત્રી લગાવવી પડે છે.

કવાટર્સની દીવાલોમાં પણ તિરાડો પડી જવા સાથે ફાટી ગઈ છે. જેમાં છોડવાઓ પણ ઊગી નીકળ્યા છે. મહિલાઓ, બાળકો અને પરિવાર સાથે અત્યંત જોખમી કવાટર્સમાં રહે છે, ત્યારે ચોમાસામાં તેઓના જીવને સૌથી મોટો ખતરો સાપોથી પણ રહેલો છે. પીવાની લાઈનો પણ તૂટેલી હોય પીવા પાણી પણ ડોહળું મળે છે. ત્યારે રેલવે પોલીસ જવાનોની પત્નીઓએ સરકાર સમક્ષ નવા કવાટર્સ બનાવી આપવાની માંગ કરી છે.