ગુજરાત વિધાનસભાની ચુંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીએ આજે આઠમી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિધાનસભાની ૧૮૨માંથી વધુ 22 બેઠકો માટે મૂરતિયાઓની યાદી જાહેર કરી છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 7 યાદી જાહેર કરી છે. તો આજે 22 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે. આમ આદમી પાર્ટીના પ્રેસ કોન્ફરન્સ યોજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તો ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી તેમના કોઈ ઉમેદવારો જાહેર કર્યા નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ સહીત અન્ય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આજે આમ આદમી પાર્ટીએ ભરૂચ વિધાનસભા માટે આમ આર્મી પાર્ટીમાંથી મનહર પરમારનું નામ જાહેર કર્યું હતુ. તો જંબુસર વિધાનસભાના આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે સાજીદ રેહાનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
ભરૂચ વિધાનસભા માટે આમ આર્મી પાર્ટીમાંથી મનહર પરમારનું નામ જાહેર તો જંબુસર વિધાનસભાના આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે સાજીદ રેહાનનું નામ જાહેર…
RELATED ARTICLES