- ભરૂચ શહેરના એક માર્ગને હેવી પેવરબ્લોકથી મજબુત બનાવાશે
- ૨.૯૫ કરોડના ખર્ચે બનનાર પેવરબ્લોકના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાયું
ભરૂચ શહેરના પાંચબત્તીથી શક્તિનાથ સુધી ૨.૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં ભરૂચ શહેરના હાર્દ સમાન પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વરસાદી પાણીના જળબંબાકારને પગલે વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન બનાવ્યા હતા આ અંગે અનેક રજૂઆત બાદ નગર પાલિકા દ્વારા વર્ષ-૨૦૧૮-૧૯માંથી સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી પરંતુ ટેકનીક કારણોસર પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામનાર પેવરબ્લોકની કામગીરી અટકી પાડી હતી જે ૨.૯૫ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર કામનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું હેવી પેવર બ્લોક રોડ અને વરસાદી પાણીના નિકાલ સાથેની સુવ્યવસ્થિત ગટર લાઈનને નેચરલ કાંસો સાથે જોડવામાં આવેશે જેનાથી વરસાદી પાણીનો ભરાવો થશે નહિ તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું આ ખાતમુહુર્તના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા,કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.