- એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જ્યોતિનગર પાસે આવેલ જાહેર શૌચાલય પાસે રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ મોપેડ નંબર GJ-16. DA-8444 પર એક ઈસમ આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસને મોપેડની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોપેડ, એક મોબાઈલ ફોન સહિત વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂ. 65 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ભોલાવ ગામની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા બુટલેગર કિરતેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો. પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.