- જુગાર રમતા 4 જુગારીયાઓ 94 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા
ભરૂચ એલસીબીએ વેજલપૂર વિસ્તારમાંથી જુગાર રમતા 5 જુગારીયાઓને 94 હજારથી વધૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વેજલપૂર વિસ્તારમા દશામાતાજીના મંદિર નજીક કેટલાક ઇસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 3 મોબાઈલ ફોન સહિત રોકડ મળી કુલ રૂ. 94 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલિસે જુગાર રમતા જુગારીયાઓ નીલેશ મિસ્ત્રી, નરેંદ્ર વસાવા, સંતોષ ઉર્ફે જયેશ મિસ્ત્રી, અમિત શાહને ઝડપી પાડ્યા હતા. તો અન્ય ત્રણ જુગારિયાઑ ફરાર થઈ જવા પામ્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે.