- ભરૂચ શહેરમાં રાણા પંચની પ્રખ્યાત ઘારીઓનો સ્વાદ આ વર્ષે ભરુચીઓ ચાખી શકશે…
- ભરૂચમાં બે સ્થળે મળશે
કોરોના કાળ બાદ સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણ સાથે રાણા સમાજના આગેવાન સનતભાઈ રાણાની આગેવાનીમાં સૌનો સાથ સહુનો સહકાર સાથે સમાજની વાડી ખાતે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા ૪૩ વર્ષથી માવાઘારીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એવું કહેવાય છે કે ફાંટાતળાવ રાણા પંચની માવાઘારીની માંગ દેશ-વિદેશી સાથે પુરા ગુજરાતમાં છે.જે ઘારી ચાંદની પડવાના દિવસે ભરૂચવાસીઓ ઉત્સાહભેર આરોગે છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/0fd526b7-3b35-44ce-b9c6-32454bf0bee7-1024x461.jpg)
સૌરાષ્ટ્રના શુદ્ધ દેશી ઘી અને ઉત્તમ ગુણવત્તાવાળા માવા અને સુકા મેવા જેવા કે કાજુ,બાદમ,પીસ્તા સહિતનું વસ્તુઓ તેમાં ઉમેરવામાં આવે છે.માવા ઘારીનો મહિમા અનેરો છે શરદ પૂનમના બીજા દિવસે એટલે કે ચાંદની પર્વના રોજ તેને આરોગવામાં આવે છે.હાલ ભરૂચમાં પણ માવા ઘારીની માંગ વધતા સમાજની વાડી બાદ શક્તિનાથ વિસ્તારમાં પણ તેનું વેચાણ શરુ કરવામાં આવ્યું છે.