ભરૂચ શહેરમાં છેલ્લા ૧ વર્ષથી દોડતી સીટી બસને લઇ રીક્ષા ચાલકો હેરાન પરેશાન બન્યા છે નિયમો વિના ઝાડેશ્વર,નર્મદા ચોકડી અને બાયપાસ ચોકડી પાસે આડેધડ સીટી બસો માર્ગ ઉપર ખડી કરી તેવામાં આવતા રીક્ષા ચાલકો જેવા મુસાફરો ઉતારવા રીક્ષા ઉભી કરે કે પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને મેમો આપી હેરાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ રીક્ષા ચાલકોને શહેરના વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ તંત્ર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોને પડી રહેલ મુશ્કેલીઓને લઇ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રેલવે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો.અને તંત્ર દ્વારા યોગ્ય પગલા લઇ રીક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરે તેવી માંગ કરવામાં આવી છે.