Published By:-Bhavika Sasiya
વિશ્વ આદિવાસી દિવસે ભરૂચ શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇદગાહ મેદાનથી પરંપરાગત વસ્ત્રો, તીર કામથા, ઓજારો અને આદિવાસી ટીમલી નૃત્ય અને ડીજેના તાલે પગપાળા રેલી નિકળી હતી.
આદિવાસી સમાજના લોકો પારંપરિક વસ્ત્રોમાં, માથે સાફો બાંધીને તેમજ પારંપરિક વાજિંત્રો સાથે અને તીરકામઠા સાથે ઉમટી પડયા હતા. બંબાખાના ઇદગાહ પાસે વૃક્ષા રોપણ કરી રેલી પાંચબત્તી થઈ સ્ટેશન રોડ પોહચી હતી. જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાંને ફુલહાર અર્પણ કરાયા બાદ આચારજીની ખડકી ખાતે સામુહિક ભોજનનું આયોજન કરાયું હતું.
આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા હતા. અને ગર્વભેર જય જોહર અને જય આદિવાસીના સુત્રોચાર સાથે શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.