Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateભરૂચ શહેરમા લગ્ન પ્રસંગ દરમિયાન ચોરીની ઘટનામા વધારો...

ભરૂચ શહેરમા લગ્ન પ્રસંગ દરમિયાન ચોરીની ઘટનામા વધારો…

  • ઝાડેશ્વરના રાધે પાર્ટી પ્લોટમાં બે ઈસમો પરિવારની નજર ચૂકવી સોનાના ઘરેણા ભરેલ થેલાની ચોરી કરી ફરાર
  • સી ડીવીઝન પોલીસે ૭૬ હજારની ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઝાડેશ્વરના રાધે પાર્ટી પ્લોટમાં બેંક મેનેજરની પુત્રીના લગ્નમાં પરિવારની નજર ચૂકવી સોનાના ઘરેણા ભરેલ થેલો મળી કુલ ૭૬ હજારના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા બે ઈસમો ફરાર થઇ ગયા હતા

ભરૂચના ઝાડેશ્વરની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ત્રિકમ બરસંગ વસાવાની પુત્રીના લગ્ન પ્રસંગનું ગત તારીખ-૧૧-૧૨-૨૦૨૨ના રોજ ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ રાધે પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે.લગ્ન દરમિયાન પરિવાર ફોટો શૂટમાં વ્યસ્ત હતો અને ત્રિકમ વસાવાની પત્ની સુધાબેન વસાવા પાસે રહેલ ઘરેણા ભરેલ થેલો નીચે મૂકી ફોટો શૂટ કરાવવા જતા જ અજાણ્યા તસ્કરોએ લગ્ન પ્રસંગ દરમિયાન નજર ચૂકવી રોકડા ૫૦ હજાર,બે મોબાઈલ ફોન,સોનાનો શેટ તેમજ કારની ચાવી મુકેલ થેલામા કુલ ૭૬ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં થેલો મળી નહી આવતા તેઓએ લગ્નના શુટિંગ માટે આવેલ કેમેરા મેનના કેમેરામાં જોતા બે ઈસમો ચોરીની ઘટનાને અંજામ આપી મેઈન ગેટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા ચોરી અંગે ભરૂચ સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security