ભરૂચ શહેરી વિસ્તારમાં સ્કીલ ડેવલપમેન્ટ અંગે ત્રીજા ટ્રેનીંગ સેંન્ટરનો ડેક્કન ફાઈન કેમિકલ્સ ઈન્ડિયા પ્રા.લી. અંકલેશ્વરનાં સીએઆર ઈનિસેટીવ દ્વારા શુભારંભ કરાયો.
ભરૂચ જિલ્લામાં સ્કીલ તાલીમ પુરી પાડતી અગ્રણી સંસ્થા જન શિક્ષણ સંસ્થાનનાં માધ્ય્મથી ડેક્કન ફાઈન કેમિકલ્સ અંક્લેશ્વર દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં યુવક યુવતીઓમાં સ્વરોજગારીની તકો વધે અને વધુમાં યુવા વર્ગ આત્મનિર્ભર બને તે માટે ભારત સરકારનાં સ્કીલ ઈન્ડિયાના કોર્ષ અભ્યાસક્રમ મુજબ પધ્ધતિસરની તાલીમ પુરી પાડવા બીડુ ઝડપ્યું છે. જે અંતર્ગત આજરોજ ભરૂચનાં ખારવાવાડ વિસ્તારમાં તમામ વર્ગની બહેનો માટે આસિસ્ટેન્ટ ડ્રેસ મેકર તાલીમ વર્ગનો મિસ્ત્રીપંચ વાડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચનાં નિયામક ઝયનુલ આબેદીન સૈયદે સૌનુ સ્વાગત કરી બહેનો માટેના આ સ્કીલ તાલીમ કાર્યક્રમની વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં ડેક્કન ફાઈન કેમિક્લ્સ લીમી. તરફથી રાહુલભાઈ શાહ, સંજય મિસ્ત્રી, ઉર્વશી મિસ્ત્રી, ખુશ્બુ પારેખ, હર્ષિદા પટેલ, જાગૃતી પાટીલ તથા વિમેન ક્લબના કવીતા શાહ, સોનાલી જોષી, હેતલ ઉપાધ્યાય, સ્થાનિક આગેવાનો સહીત ઉપસ્થિત રહ્યા હતા.