- પાલિકાએ કરી કૃત્રિમ કુંડની વ્યવસ્થા
- શહેરના ભાવિક ભક્તોને જે.બી. મોદી પાર્ક સ્થિત કૃત્રિમ કુંડમાં જ મૂર્તિઓ વિસર્જિત કરવા ASP વિકાસ સુંડાની અપીલ
ભરૂચ શહેર અને જિલ્લામાં દસ દિવસ સુધી દશામાંનું ભક્તિભાવ પૂર્વક સ્થાપન કર્યા બાદ શ્રદ્ધાળુઓ હવે વિદાય આપવા સજ્જ બન્યા છે.
શનિવારે રાતથી વ્રતધારી મહિલાઓ દ્વારા દશામાંની પ્રતિમાઓનું ભાવ ભેર વિસર્જન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે રવિવાર સવાર સુધી ચાલશે.ભરૂચ શહેરમાં દશામાં વિસર્જનને લઇ જે.બી મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડ ઉભું કરવામાં આવ્યું છે.શહેરીજનોને નર્મદા નદી સુધી જવું ન પડે અને નર્મદા સ્વચ્છ રહે તેવા હેતુથી નગરપાલિકાએ જિલ્લા પોલીસના આગ્રહ ઉપર કૃત્રિમ કુંડ ઊભું કર્યું છે.સમગ્ર રાત્રી દરમિયાન જાગરણ કરી મધરાતથી જ દશામાંને ભક્તો વિદાય આપશે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શનિવાર રાત થી રવિવાર સવાર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે તેમ એ.એસ.પી. વિકાસ સુંડાએ જણાવી ભક્તોને સલામતી તેમજ નર્મદા નદી પ્રદૂષિત ન થાય તે માટે પ્રતિમા વિસર્જન કૃત્રિમ જળકુંડમાં કરવા જ અપીલ કરવામાં આવી છે.