Published by : Rana Kajal
- ભાડુઆત અંગે જાણ ન કરનાર મકાન માલિક સામે ગુનો
- ગેહકોની એન્ટ્રી ન કરનાર એક હોટલ પણ ઝપટે ચઢી
ભગવાન જગન્નાથજીની રજયાત્રાને લઈ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.
મંગળવારે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભરૂચ જિલ્લામાં પણ 6 સ્થળેથી નિકળનાર છે. કાયદો વ્યવસ્થા જાળવવા સાથે અસામાજિક ગતિવિધિઓને ડામવા SOG, એ,બી,સી અને અંકલેશ્વર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ તેમજ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી.
જિલ્લા પોલીસના ચેકીંગમાં મકાન ભાડુઆતોની પોલીસ મથકે જાણ નહિ કરનાર 8 મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો. અંકલેશ્વર હોટલ કોમ્પેક્ટ સામે પથિક સોફ્ટવેરમાં 10 ગ્રાહકોની એન્ટ્રી નહિ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જ્યારે જિલ્લામાં દેશી દારૂ, નશેબાજો સામે પ્રોહીબિશનના 87 કેસો કરવામાં આવ્યા હતા. સોમવારે પણ જિલ્લા પોલીસનું સતત પેટ્રોલિંગ, બંદોબસ્ત અને ચેકીંગ કાર્યરત રહ્યું હતું.