જોકે હાંસોટ તાલુકામાં સોમવારે રાતે 54 મિમી એટલે કે બે ઇંચ વરસાદ વરસી પડતા નીચાણવાળા વિસ્તારોને જોત જોતામાં પાણી પાણી કરી દીધા હતા. મંગળવારે સવાર સુધીમાં વાગરા તાલુકામાં 12 મિમી, આમોદમાં 9 મિમી, અંકલેશ્વરમાં 6 મિમી અને ઝઘડિયામાં માત્ર 2 મિમી વરસાદ નોંધાયો છે. આજે મંગળવારે પણ સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભરૂચમાં માત્ર અમી છાંટણા જ વરસ્યા હતા.