Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratભરૂચ શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ...

ભરૂચ શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કરાયા….

ભરૂચ જિલ્લામાં સમાવિસ્ટ ૦૫ વિધાનસભાના મતદાર મંડળમાં ૮૦ વર્ષ ઉપરના ૨૭૫૫૬ વરિષ્ઠ મતદારો અને ૧૪૬૫૬ જેટલા દિવ્યાંગ મતદારોને ધરબેઠા મતદાનની સુવિધા અપાશે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં આગામી તા.૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના મતદાન માટે ૮૦ વર્ષ ઉપરના વયોવૃદ્ધ, દિવ્યાંગ અને અશક્ત મતદારોને ઘેર બેઠા મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે જોડાયેલા બી.એલ.ઓ ઓફિસરો દ્વારા આવા મતદાતાઓને તેઓના રહેઠાણ ઉપર જઈને હાથો હાથ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણીશાખા તરફથી મળતી માહિતી મુજબ આ વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ફોર્મ ૧૨ ડીનું વિતરણ કરી મતદાનની સમજણ પણ આપવામાં આવી હતી. સમગ્ર ભરૂચ જિલ્લામાં ૩૨૩ જેટલા વરિષ્ઠ મતદાતાઓએ અને ૨૧ દીવ્યાંગોએ મળી કુલ ૩૪૪ મતદાતાઓએ મતદાન માટે અરજી કરી હતી. જિલ્લામાં સમાવિષ્ઠ ૦૫ વિધાનસભાના મતદાર મંડળમાં ૮૦ વર્ષ ઉપરના ૨૭૫૫૬ વરિષ્ઠ મતદારો અને ૧૪૬૫૬ જેટલા દિવ્યાંગ મતદારોને બી.એલ.ઓ.ઓફિસર દ્વારા ઘેર બેઠા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘરબેઠા મતદાનની સુવિધા ભારત ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!