જેલના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ચાલી રહેલ આંદોલનમાં ભરૂચ જિલ્લા જેલના કર્મચારીઓ જોડાયા હતા.ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા જેલ કર્મીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી,અધિકારીઓને સને ૧૯૬૭થી પોલીસ ખાતાના કર્મચારી અને અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર,સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવતો હતો. પરંતુ ૧૯૮૬થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ દ્વારા સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવથી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર સહીતના કર્મચારી,અધિકારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો કરી આપવામાં આવ્યો હતો જો કે જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કરવામાં ન આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે અને તેઓની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહી આવે તો જેલ કર્મીઓ એકસાથે રજા ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.