Home Administration ભરૂચ સર્કલની 56 પોસ્ટ ઓફિસમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજનાનો આરંભ…

ભરૂચ સર્કલની 56 પોસ્ટ ઓફિસમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજનાનો આરંભ…

0

Published By : Parul Patel

  • ₹499 માં 10 લાખ અને 289 માં 5 લાખનો વીમો
  • શ્રમિકોને દુર્ઘટના મૃત્યુ, વિકલાંગતા, હોસ્પિટલ ખર્ચ, બાળકોના શિક્ષણના લાભ સુધીની સવલત

ભરૂચ સર્કલની 56 પોસ્ટ ઓફિસમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ સર્કલની 56 પોસ્ટ ઓફિસમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વિમાનો લાભ પહોંચવાડવાનો છે. શ્રમિકો અલગ અલગ સ્થાન પર પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે. તેઓને એક અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવા અને સરકારના ધ્યેય INSURANCE FOR ALL ને સાર્થક કરવા માટે આઈપીપીબી લઈને આવેલ છે. આ વીમો રૂ 10 લાખ અને રૂ 5 લાખ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે. આ વીમા હેઠળ ખુબ જ ઓછા પ્રિમીયમમાં એટલેકે રૂ 499 અને 289 માં ક્રમશઃ શ્રમિક વર્ગને દુર્ઘટનાથી મૃત્યુ, વિકલાંગતા, હોસ્પિટલમાં દાખલ ખર્ચ અને વીમાધારકના મૃત્યુ બાદ બાળકોના શિક્ષણના લાભ સુધી વિવિધ સવલતો પુરી પાડવામાં આવે છે. અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા તાત્કાલિક નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version