Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ સાયબર ક્રાઇમે ગોલ્ડમાં ટ્રેડિંગમાં 40 % રીટર્નના નામે ચાલતા કરોડોના ઇન્ટરનેશનલ...

ભરૂચ સાયબર ક્રાઇમે ગોલ્ડમાં ટ્રેડિંગમાં 40 % રીટર્નના નામે ચાલતા કરોડોના ઇન્ટરનેશનલ દુબઈ રેકેટનો પર્દાફાશ કર્યો…

published by : Rana kajal

  • સુરતના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના 6 ઝબ્બે
  • ગુજરાતમાં 18 સહિત દેશના 16 રાજ્યોમાં 96 ફરિયાદો સાયબર સેલમાં નોંધાઇ હતી
  • શ્રમિકો અને લોન વાંચ્છુકોના આધારકાર્ડ, ફોટા મેળવી ખોલવતા એકાઉન્ટ અને સીમકાર્ડથી અમીરો, ઉધોગપતિઓ, વેપારીઓને ફસાવાતા
  • 27 બેંક એકાઉન્ટમાં લોકોના ₹31 કરોડ 73 લાખ 61 હજાર જમા કરાવી 31 કરોડ 64 લાખ 15 હજાર ઉપાડી લીધા
  • ડમી વેબસાઈટ, ડમી એકાઉન્ટ સાથે 173 સીમકાર્ડ મળી આવ્યા

ભરૂચ સાયબર ક્રાઇમે ભારત દેશના કુલ 16 રાજ્યમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને વધુ રીટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી ડમી વેબસાઇટ , ડમી સીમકાર્ડ તેમજ ડમી બેંક એકાઉન્ટ મેળવી લોકો સાથે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ કર્યો છે. બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના કુલ 6 આરોપીઓની ધરપકડ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે કરી છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક SP ડો . લીના પાટીલ દ્વારા ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા સૂચના આપી હતી. ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર PI બી.એલ.મહેરીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા રીટર્નની સ્કીમમાં ઠગાઈનો ગુનો નોંધાયો હતો.

રેકેટમાં ભરૂચના ભોગ બનનાર ફરીયાદીના વોટ્સએપ નંબર ઉપર એસ્લી નામની વ્યક્તિએ વોટ્સએપ મોબાઇલ નંબર +85296470016 તથા +639512649526 થી સંપર્ક કર્યો હતો. ગોલ્ડમાં ટ્રેડીંગ કરવા માટે વાતચીત કરી શરૂઆતમાં કરેલ ટ્રેડીંગમાં વધુ રીટર્ન આપી જે બાદ 40 % જેટલુ રીટર્ન આપવાની લોભામણી લાલચ આપી હતી.

વિશ્વાસમાં લઇ IGXIND.COM નામની ડમી વેબસાઇટ બનાવી તેમાં લોગીન કરાવી અલગ અલગ સમયે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂપિયા 37 લાખ 61 હજાર ભરાવી ડમી વેબસાઇટ તથા વોટ્સએપ મોબાઇલ નંબરો બંધ કરી છેતરપીંડી કરી હતી. ભરૂચ સાયબર ક્રાઇમે ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમન રીસોર્સ તથા બેંક એકાઉન્ટોની માહિતી મેળવી હતી.

આ ગુનામાં બેંક એકાઉન્ટ ઓપન કરનાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સિમકાર્ડ એકટીવ કરતા ઇસમોને સુરત ખાતેથી ધરપકડ કરાય છે. આરોપીઓ દ્વારા ખોલાવેલ બેંક એકાઉન્ટ થકી ભારતના 16 રાજ્યોમા છેતરપીંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં સાયબર ક્રાઇમની ફરીયાદ માટે કાર્યરત કરવામાં આવેલ ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ NCCRP ( 1930 ) પોર્ટલ ઉપર સર્ચ કરતા 86 તેમજ અન્ય 10 મળી કુલ 96 ફરીયાદ થઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ રેકેટ ચલાવવા 27 એકાઉન્ટ અને 173 સીમકાર્ડ તેમજ 2 વોટ્સ એપ નંબરનો ઉપયોગ કરાયો હોવાનું અત્યાર સુધીમાં ખુલ્યું છે.

વેપારીઓ, ઉધોગપતિઓ અને નોકરિયાતોને ગોલ્ડમાં ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચે ભેરવવામાં આવતા

આરોપીઓ દ્વારા ડમી વેબસાઇટ બનાવી ઇન્ટરનેશન વોટસએપ નંબરોથી મોટા ઉદ્યોગપતિઓ , મોટા વેપારીઓ તથા નોકરીયાત વર્ગની સાથે સંપર્ક કરાતો. ગોલ્ડમાં ટ્રેડીંગ કરવા માટે વિશ્વાસ આપી શરૂઆતમાં કરેલ ટ્રેડીંગમાં વધુ રીટર્ન ભોગ બનનારને તેઓના બેંક ખાતામાં પરત આપી વિશ્વાસ કેળવતા. ત્યારબાદ મોટી રકમ તથા 40 % રીટર્નની લાલચ આપી તેઓ દ્વારા બનાવેલ ફેક વેબસાઇટમાં ભરેલ રૂપીયા સામે વધુ રીટર્ન મળેલ હોઇ તેવી ફક્ત આંકડાકીય માહિતી વેબસાઇટ ઉપર બતાવતા હતા.

લોભિયાઓ જ્યારે પૈસા પરત માંગે ત્યારે વેબસાઈટ અને સીમકાર્ડ બંધ કરાતા

ગેંગ રોકાણકારોને લોભ લાલચ આપી પૈસા ન ઉપાડવા માટે જણાવી વધુ ટ્રેડીંગ કરવાનું કહેતી. અંતે જ્યારે ભોગ બનનાર પૈસા રીટર્ન મેળવવાની માંગણી કરે ત્યારે આ કામના આરોપીઓ દ્વારા તેઓની વેબસાઇટ તેમજ ઇન્ટરનેશન વોટ્સએપ મોબાઇલ નંબરો બંધ કરી છેતરપીંડી આચરાતી હતી.

આર્થિક રીતે નબળા લોકોને લોનના નામે ટાર્ગેટ કરી મેળવાતા તેમના ડોક્યુમેન્ટ અને ફોટા

ટોળકી લેબરવર્ક તેમજ છુટક મજુરી કામ કરતા વ્યક્તિઓના મિત્રનો સંપર્ક કરી આર્થીક રીતે નબળા વ્યક્તિઓને લોન આપવા માટેના ખોટા પેમ્પ્લેટ છપાવી ટાર્ગેટ કરતી. ડમી મોબાઇલ નંબરો લખી લોન અપાવાના બહાને તેઓનો સંપર્ક કરી એક જગ્યાએ ભેગા કરતા. ત્યારબાદ આ કામના આરોપીઓ ભેગા થઇ ગુનામાં પકડાયેલ બેંકના ડેપ્યુટી મેનેજરને કમીશન આપી તેના થકી અન્ય અલગ અલગ બેંકોના મેનેજરોનો સંપર્ક કરતા.

સીમકાર્ડસ અને એકાઉન્ટો ખોલી ONLINE એક્સેસ મેળવી દુબઈ મોકલી આપતા

લોન ઇચ્છુક વ્યક્તિઓના આધાર કાર્ડ તેમજ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ઓપન કરતા. ગેંગ દ્વારા લોન ઇચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલતા તેઓના મોબાઇલ નંબર ઉપર આવતા OTP નંબર ખોટી રીતે મેળવી લઇ તેમાં મોબાઇલ નંબર ATM સેન્ટરમાં જઇ બદલી દુબઇના તેમજ દુબઇ ખાતે મોકલાવેલ પ્રી – એક્ટીવ મોબાઇલ નંબરો રજીસ્ટર્ડ કરતા. ખુલેલ તમામ બેંક એકાઉન્ટોનું ઓનલાઇન એક્સેસ મેળવી લેતા. લોન ઇચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ. કાર્ડ , ચેક બુક , પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બનાવી દુબઇ ખાતે મોકલી આપતા હતા.

પોલીસ પકડથી દૂર રહેવા ડમી સીમકાર્ડ પણ વારંવાર બદલતા

આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ ( પ્રી – એક્ટીવ ) નો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા. અમુક નંબરોનો જથ્થો દુબઇ ખાતે મોકલી આપતા. આ કામના એક આરોપી દ્વારા સુરત વિસ્તારમાં સીમકાર્ડ વેચવા માટે છત્રી ( સ્ટોલ ) લગાવી અન્ય આરોપીઓને પ્રી – એક્ટીવ સીમકાર્ડનો જથ્થો પહોંચાડવા માટે લેબરવર્ક તેમજ મંજુરી કામ કરતા વ્યક્તિઓનો ઉપયોગ કરાતો. જ્યારે નવો સીમકાર્ડ લેવા અથવા મોબાઇલ નંબરને પોર્ટઆઉટ કરવા માટે જતા જે સમયે એક વ્યક્તિના અલગ અલગ બહાના હેઠળ વારંવાર ફીંગર પ્રિંટ તેમજ લાઇવ ફોટો લઇ લેવાતા. તેઓના નામે જુદી જુદી કંપનીના સીમકાર્ડ એકટીવ કરાવી લેતા અને આવેલ વ્યક્તિને ફકત એક જ સીમકાર્ડ આપતા હતા. અન્ય સીમકાર્ડ ગુનાના અન્ય આરોપીઓને પહોચાડતા.

ગોલ્ડ સ્કીમ કરોડોના કૌભાંડમાં ઝડપાયેલા ગુનેગારો

  • અબ્દુલ રહેમાન ઉર્ફે બાપુ શબ્બીર હુશેન સૈયદ ઉ.વ. 34 ધધો – ખાનગી નોકરી રહે , 5/870 કળજુગ મહોલ્લો હરીપુરા કાંસકીવાડ પીરછડી રોડ સુરત
  • સકલૈન સરફુદીન શેખ ઉં.વ. 25 , ધંધો : બેકાર , રહે . : 201 , કોહીનુર એપાર્ટમેન્ટ , નાનપુરા , સુરત
  • સદામ મહેમુદ શેખ ઉ.વ. 27 ધંધો- રીક્ષા ડ્રાઇવર , રહે . : બી -36 રૂમ નં -3 EWS આવાસ , ભેસ્તાન ડીંડોલી , સુરત
  • કૃષ્ણકુમાર ઉર્ફે બિટ્ટુ કમલેશ કુમાર તિવારી ઉ.વ. 42 ધંધો- આસિસ્ટન્ટ મેનેજર , કોટેક મહિન્દ્રા બેંક , ઘોડ – દોડ રોડ , સુરત
  • યાસીન ઇકબાલ સત્તાર વ્હોરા , ઉ.વ. 26 ધંધો- વેપાર રહે . : 301 આકીબ એજાજ એપાર્ટમેન્ટ ફુલવાડી ભરીમાતારોડ નજીક સુરત
  • સોહેલ મેહમુદ મલેક ઉ.વ. ૩₹37 ધંધો – સીઝર રહે . દાદાભાઇ નગર , ગામ – કઠોર , તા . કામરેજ , જી.સુરત
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!