Published By : Parul Patel
ભરૂચમાં 113 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સિટી સેન્ટર અને આઇકોનીક બસ સ્ટોપ ગુજરાતના સફળ પીપીપી મોડલમાં પણ સીમાચિન્હ બની ગયું છે.
જેનો લેન્ડમાર્ક અને આઇકોનીક પ્રોજેકટ ઓફ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા આ બસ સ્ટોપને નિહાળવા આજે રવિવારે દેશના અલગ અલગ રાજ્યોના પરિવહન પ્રાતિનિધિઓ ઉમટી પડ્યા હતા.
ડીઆરડી નર્મદા બસ સ્ટોપની ગુજરાત સરકારે લેન્ડ માર્ક અને આઇકોનીક પ્રોજેકટમાં પસંદગી કરતા, આજે વિવિધ રાજ્યોના ટ્રાન્સપોર્ટ પ્રતિનિધિઓએ સિટી સેન્ટરની મુલાકાત લીધી હતી. ડેવલોપર કિરણ મજમુદાર દ્વારા તેઓને પ્રોજેકટની વિશેષતા, મહત્વ, નિર્માણ, આધુનિક સગવડો સહિતની તમામ માહિતી પૂરી પાડી હતી.