Published by : Rana Kajal
- પ્રગતિ પર રહેલા 3 કરોડના રસ્તાના કામમાં નવું ગટરનું ઢાંકણું તૂટ્યું
- 900 મીટરના સૌથી ટૂંકા અને મોંઘા માર્ગ પર લગાવતા ડ્રેનેજના ઢાંકણા કેટલા ટકાઉ, ચર્ચાતા સવાલો
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ રેલવે અંડર બ્રિજ સુધીના હેવી પેવર બ્લોકના 2.95 કરોડના 900 મીટરના માર્ગ નિર્માણમાં પ્રથમ ગ્રાસે જ હલકી ગુણવત્તા સામે આવી છે.
પાંચબત્તીથી શક્તિનાથ રેલવે ગરનાળા સુધી બનતો પેવર બ્લોકનો માર્ગ હજી સેવાશ્રમ હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી અડધો પોહચ્યો છે.

સૌથી ટૂંકા અંતરના આ મોંઘા માર્ગમાં ગુણવત્તા સામે સવાલો ડ્રેનેજનું ઢાંકણ તૂટવા સામે ઉઠ્યા છે. હોસ્ટેલ ગ્રાઉન્ડથી સિટી સર્વેની કચેરી જવાના માર્ગ પાસે જ નવું બેસાડેલું ઢાંકણ તૂટી ગયું છે.
હજી તો માર્ગ બન્યો નથી. અને તેના પરથી બન્ને તરફ વાહનો દોડવાનું શરૂ થયા નથી ત્યાં જ રોડ નીચે વરસાદી પાણી અને અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પર લગાવેલા ઢાંકણું તૂટતા કામગીરીની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.