Published By : Parul Patel
- ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ અને એટ્રોસિટીના ચાર વર્ષ જુના કેસમાં પોલીસે કરી હતી ધરપકડ
- ભરૂચ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક અને અકબર બેલીમની ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દઈ તેમના જામીન નામંજૂર કર્યા.
- ભરૂચ જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
આમોદ તાલુકાના એક ગામ ખાતે રહેતી મહિલાના ઘરે ૧૮ નવેમ્બર ૨૦૧૯ માં આમોદના અકબર બેલીમ તથા જાવીદ મલેક ગયા હતા, અને મહિલાને આ બંનેએ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. હપ્તાના રૂપિયા આપી દે નહી તો તારા ઘરમાં દારૂ છે તેવો વિડિયો ઉતારીશુ. જેથી મહિલાએ કહ્યું હતું કે, મારા ઘરમાં દારૂ છે જ નહી અને મારા પતિ આવેથી તમારે જે કરવુ હોય તે કરજો. તેમ કહેતા આ બંન્ને ઉશ્કેરાઇ જઇ મહિલાને ગાળો બોલવા સાથે જાતિ વિષયક અપશબ્દો કહી આબરૂ લેવાના ઇરાદે ઘરમાં ઘુસી ગયા હતા. જે ઘટના અંગે મહિલાએ આમોદ પોલીસ મથકે ૧૮ નવેમ્બર ૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ અને એટ્રોસિટી ગુનાના બંને આરોપીઓ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચતા રહેતા હતા. જોકે અંતે આમોદ પોલીસે બંનેની ધરપકડ કરી ભરૂચ સબ જેલ ખાતે મોકલી દીધા હતાં. એ પછી બંને આરોપીઓએ જેલમાંથી છૂટવા માટે ભરૂચ સેશન્સ કોર્ટમાં અરજી કરી જામીન માંગ્યા હતાં. પરંતુ ભરૂચ સેશન્સ કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી દીધી હતી. ભરૂચ જીલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક અને અકબર બેલીમના જામીન રદ થતાં રાજકીય મોરચે ગરમાવો આવી ગયો હતો.