Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ હાઇવે ઉપર અસુરીયા પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ...

ભરૂચ હાઇવે ઉપર અસુરીયા પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ…

Published by : Anu Shukla

  • નબીપુર પોલીસે સુરતની સચિન જી.આઈ.ડી.સી.માં ખાલી થાય તે પહેલા જ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો
  • પોલીસે ૧.૧૩ લાખનો દારૂ અને કાર મળી કુલ ૬.૭૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

ભરૂચના અસુરીયા પાટિયા પાસે નબીપુર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ ૫.૭૦ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની ક્રેટા કાર નંબર-એમ.પી.૦૯.સી.યુ.૯૮૬૨માં વિદેશી દારૂ ભરી બે ઈસમો વડોદરાથી સુરત ખાતે જઈ રહ્યા છે જેવી બાતમીના આધારે નબીપુર પોલીસે અસુરીયા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૧૩૬ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૧.૧૩ લાખથી વધુનો દારૂ અને ૫ લાખની કાર સહીત કુલ ૬.૭૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મધ્ય પ્રદેશના લેબડ ગામના આદિત્ય બાલમુન્કુંડરઘુવંશી અને સુરજ જયરામ પરમારને ઝડપી પાડ્યો હતો. જયારે વિદેશી દારૂ મંગાવનાર સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!