Published by : Vanshika Gor
- ટ્રેલર ઉપર 150 ફૂટ ઊંચું અને 6 મીટર પોહળી મશીનરીને લઈ નવા સરદાર બ્રિજ અને ટોલ ટેક્ષ પર પણ આવ્યા અનેક અવરોધો
- ઝાડેશ્વરથી ટોલટેક્ષ સુધી વાહનોની કતારો જામી
વડોદરા તરફથી સુરત બાજુ જઈ રહેલા મહાકાય મશીનરી ભરેલા ટ્રેલરને લઈ ભરૂચ હાઇવેની ગતિ ઉપર થોડા સમય માટે આંશિક બ્રેક લાગી ગઈ હતી.અંદાજે 150 ફૂટ ઊંચા અને 6 મીટર પોહળી ટાંકી આકારની મહાકાય મશીનરીને લઈ ભરૂચ હાઇવે ઉપર ઓવરબ્રિજ પહેલા લગાવેલું સાઈન બોર્ડ પણ ખોલવાની ફરજ પડી હતી.
6 મહાકાય મશીનરી લદાયેલ ટ્રેલરને સુરત તરફ પસાર કરવા માટે બે ક્રેઇન બોલાવવાની ફરજ પડી હતી. બે ક્રેઇન આવ્યા બાદ 100 ફૂટની ઊંચાઈએ લગાવેલા સાઈન બોર્ડનું ઉપરનું એન્ગલ ખોલવામાં આવ્યું હતું. બે કામદારોએ એન્ગલ પર બેસી ક્રેઇનથી તેને ઊંચું કર્યા બાદ તોતિંગ મશીનરીના ટ્રેલરો એક બાદ એક આગળ પસાર થયા હતા.
જોકે તે સમય દરમિયાન ભરૂચથી સુરત જવાની લેન ઉપર વાહનોની કતારો ખડકાઈ ગઈ હતી. આ જાયન્ટ મશીનરીથી સજ્જ વાહનોએ આગળ જતાં ઝાડેશ્વર ચોકડી, નવો સરદાર બ્રિજ અને ત્યારબાદ મૂલદ ટોલ પ્લાઝા પર પણ અનેક અવરોધો આવવા સાથે પાછળ ટ્રાફિકજામની હારમાળા સર્જાઈ ગઈ હતી.




