વેદ’ ફિલ્મના ગીતનું ટીઝર શેર કરીને સલમાને કહ્યું કે,… ‘ગિફ્ટ તો આપવી જ પડે ને’ ભાઇજાન હંમેશા અલગ અંદાઝ માં હોય છે બોલિવૂડ એક્ટર ભાઇજાન સલમાન ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મોને લઈને વધુ ચર્ચામાં રહે છે. એક્ટર બોલિવૂડ બાદ મરાઠી ફિલ્મોમાં ડેબ્યુ કરવાનો છે. એક્ટર રિતેશ દેશમુખના જન્મદિવસ પર સલમાન ખાને ફેન્સને એક શાનદાર ગિફટ આપી છે. સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘વેદ’ના ગીતનું ટીઝર શેર કર્યું છે. ટીઝરમાં રિતેશ અને સલમાન કેટલાક અદ્ભુત ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે. રિતેશ દેશમુખ મરાઠી ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. રિતેશ અને સલમાનનો ડાન્સ ફેન્સ ઘણો પસંદ આવી રહ્યો છે.ટીઝર જોયા બાદ ફેન્સ ફિલ્મ માટે ઉત્સાહિત રિતેશના જન્મદિવસ પર સલમાન ખાનની આ ભેટ ફેન્સ પણ પસંદ આવી રહી છે. આ ને જોયા બાદ ફેન્સ પોતાની રિએક્શન આપી રહ્યા છે. પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘ખિસ્સામાં ગ્લાસ, આ ફુલ સલમાન ખાન સ્ટાઈલ છે’.