Published by : Rana Kajal
ઝાંસીમાં એક એવી ભોજનાલય છે જ્યાં માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે. ઝાંસીના માનેક ચોકમાં સ્થિત આ દુકાનનું નામ જનતા રસોઈ છે. છેલ્લા 2 વર્ષથી ત્યાં 5 રૂપિયામાં ભોજન મળી રહ્યુ છે. કરૂણા સ્વરૂપ આ જનતા રસોઈની શરૂઆતની કહાની પણ પ્રેમભરી છે. જનતા રસોઈની દેખરેખ રાખનારા પ્રહલાદ સાહુએ જણાવ્યુ કે બે વર્ષ પહેલા કોરોના કાળમાં બે ભાઈ વિનય અને આલોક અગ્રવાલનું દેહાંત થઈ ગયુ હતુ. તેમની યાદમાં અને તેમના નામને જીવંત રાખવા માટે તેમની બહેન મધુ અગ્રવાલે આ જનતા રસોઈની શરૂઆત કરી. આજે દરરોજ 100 લોકો ત્યાં ભોજન કરે છે. જનતા રસોઈમાં ભોજન બનાવનાર પ્રમોદ અગ્રવાલે જણાવ્યુ કે ત્યાં દરરોજ અલગ વ્યંજન બને છે. અડદ અને ચણાની દાળ, છોલે, કઢી જેવા વ્યંજન ત્યાં બને છે. દરરોજ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ત્યાં ભોજન મળે છે.