- 2000ની નોટને ‘કાળું નાણું’ અને સંગ્રહખોરીનું મૂળ ગણાવ્યું
સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, સુશીલ મોદીએ રૂ. 2000ની ચલણી નોટને નાબૂદ કરવાની વાત કરી હતી, તેમણે 2000ની નોટને ‘કાળું નાણું’ અને સંગ્રહખોરીનું મૂળ ગણાવ્યું. રાજ્યસભામાં જાહેરના મહત્વ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું, “2000ની નોટ, એટલે કે કાળું નાણું, 2000ની નોટ, એટલે કે સંગ્રહખોરી, જો કાળું નાણું રોકવું હોય તો 2000 રૂપિયાની નોટને બંધ કરવી જોઈએ.”
8 નવેમ્બર 2016 ના રોજ, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને 1000 ની ચલણી નોટોને અમાન્ય જાહેર કરી હતી. નોટબંધી પછી તરત જ રૂ.500ની નવી નોટો સાથે રૂ.2000ની નોટ પણ બહાર પાડવામાં આવી હતી. સત્તાવાર માહિતી અનુસાર, થોડા વર્ષો પછી, ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નવી નોટ છાપવાનું બંધ કરી દીધું છે, જો કે તે હજી પણ સત્તાવાર ચલણ જ છે. બીજેપી સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે, “હવે રૂ. 2000ની નોટના ચલણનું કોઈ મહત્વ નથી. હું ભારત સરકારને વિનંતી કરું છું કે રૂ. 2000ની નોટ તબક્કાવાર રીતે પાછી ખેંચી લેવામાં આવે.”