Published by : Rana Kajal
ઉત્તરાખંડના પૌડીમાં ભાજપના એક નેતાએ લોકોનો વિરોધ વધતા પિતાની પુત્રીના મુસ્લિમ યુવક સાથે યોજાયેલા લગ્ન રદ કર્યાં હતા. આ યોજાયેલ લગ્નનું કાર્ડ સોશીયલ મીડીયામાં વાયરલ થતા લોકોમાં વિરોધની લાગણી વધી હતી જેથી ભાજપના નેતાએ લગ્ન રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઉત્તરાખંડના પૌડીમાં ભાજપના નેતા યશપાલની પુત્રીના લગ્ન તા. 28 મેના રોજ મુસ્લિમ યુવક સાથે યોજાયા હતા. દીકરીને મુસ્લિમ યુવક સાથે પ્રેમ થયો હોવાની જાણ યશપાલને થતા તેમણે આ પ્રેમ સબંધનો સ્વીકાર કરી બન્ને પરિવારોની સહમતી થી લગ્ન પ્રસંગ તા 28 મે ના રોજ યોજવામા આવ્યા હતાં. પત્રિકા પણ છપાઈ ચુકી હતી. પરંતું પત્રીકા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં વિરોધની લાગણી ઉભી થતા લગ્ન રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ભાજપના નેતા યશપાલે જણાવ્યુ હતું કે આ 21મી સદીમાં કોઇ માત્ર મુસ્લિમ છે તેથી તેની સાથે ભેદભાવ રાખવો યોગ્ય નથી.