Published By : Aarti Machhi
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ભાજપના નેતાઓ સામે કાર્યકર્તાઓનો ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો પત્ર બહાર આવ્યો છે. ભાજપના નેતાઓ પરના ભ્રષ્ટાચારના આક્ષેપનો નનામો પત્ર વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. પ્રાથમિક માહિતી મુજબ પત્રમાં અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ પર ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પત્ર મણિનગરના કોર્પોરેટરોના ઓફિસે પહોંચ્યો છે. જેમાં મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે. નનામો પત્ર વાયરલ થતાં હવે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર લેટર વિધાનસભાના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોને પણ મોકલાયો છે.
નનામી પત્રિકા મામલે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનુ નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે મારા ધ્યાનમાં આવો કોઈ પત્ર આવ્યો નથી. એમ પણ કહી શકાય કે કોઈ નું કામ ન થયું હોય તો પણ પત્ર વાયરલ કર્યો હોય.