Published By : Parul Patel
અમદાવાદમાં દબાણ હટાવવા સહીતની કાયૅવાહી ચાલી રહી છે, ત્યારે ભાજપના મોટા નેતાના પ્લોટમાં ચાલતી ખાણી પીણીની લારીઓ હટાવવા જતા પોલીસ અમલદારને સહન કરવું પડ્યું હતું. તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ભાજપના એક મોટા નેતાના પ્લોટમાં ચાલતી ખાણી પીણીનું બજાર બંધ કરાવતા પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને માઠી સજા ભોગવવાનો વારો આવ્યો છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇના આદેશનું પાલન કરવા જતા પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો 2 કોન્સ્ટેબલને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી છે.
આ અંગે વિગતે જોતા નિકોલ વિસ્તારના સ્થાનિક ભાજપ નેતાના પ્લોટમાં ખાણી પીણી બજાર ચાલતું હતું. પોલીસ કર્મચારીઓ દ્વારા બજાર બંધ કરાવતા ભાજપના સ્થાનિક મોટા નેતા પોલીસ સ્ટેશન પહોંચી નિકોલ પીઆઇને કડક શબ્દોમાં કાયદાકીય વાતચીત કરી હતી. ત્યારે પીઆઇના આદેશનું પાલન કરતા પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલોને જ શા માટે સજા ફટકારાઈ એવા સવાલો ઉભા થયા છે.
જોકે સમગ્ર ઘટનાક્રમ સામે આવતા પોલીસ બેડામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે આ બાબતે ખુલીને બોલવા કોઈ અધિકારી તૈયાર નથી. ભાજપના નિકોલ વિસ્તારના મયુર પટેલ તથા અન્ય એક કદાવર ભાજપના નેતાએ આખા મામલામાં કેમ રસ દાખવ્યો હતો..? ભાજપ નેતા મયુર પટેલના પ્લોટમાં ચાલતું હતું ખાણી પીણીનું બજાર…બંધ કરાવતા મયુર પટેલ પોલીસ સ્ટેશનએ દોડી આવ્યા હતા અને ભલામણ કરતા નિકોલ પીઆઇએ મયુર પટેલને કડક શબ્દોમાં કાયદાકીય ભાષા સમજાવી હતી. પોલીસ અધિકારીઓની ભાજપ નેતાઓ પર આટલી મહેરબાની પણ લોકોમાં ઘણા સવાલ ઉભા કરી રહીં છે. શું કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ પર રાજકારણીઓ હાવી થઈ રહ્યા છે..?