Published by : Rana Kajal
અમદાવાદ
ભાજપના પીઢ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રીની સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે 45 મીનિટ સુઘી ચર્ચા ચાલી હતી જૉકે વ્યાસે કહ્યું હતું કે નર્મદા અંગેના પુસ્તક પર વાતચીત કરી હતી. હાલમાં ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બંધબારણે યોજાઇ હતી અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી લાંબી ચર્ચા થઇ હતી. જે અંગે ઍવી અટકળો થઈ રહી છે કે વ્યાસ ખૂબ ઝડપથી ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે. તેઓ આવનાર ચૂંટણીમાં કોંગ્રેસના સિદ્ધપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે પણ આવી શકે તેવી સંભાવના પણ જણાઈ રહી છે જૉકે વ્યાસે આ મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદા નદી ને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગહેલોતને મળ્યા હતા.