Published by : Rana Kajal
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઍક પછી ઍક નવી નવી બાબતો બનતી જાય છે જેમકે હંમેશા શિડયુલ મુજબ ચાલનારા કેન્દ્રીય મંત્રી અમિત શાહે અચાનક સિધ્ધપુર માં સભા કરવી પડી… લોકસભા 2024ની ચૂંટણી આડે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે, તેથી ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. દેશમાં લોકસભા ચૂંટણીને લઈ હાલ ઉપરથી રાજકીય માહોલ ભલે ઠંડો લાગી રહ્યો હોય પણ ગુજરાતની પાટણ લોકસભા સીટ પર અત્યારથી જ નવાજૂની થવાના એંધાણ આવી રહ્યા છે, કારણ કે તાજેતરમા સિદ્ધપુરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે 40 લોકોની જન સભા સંબોધી હતી. અમિત શાહની આ સભાથી આગામી લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે તેમ કહેવું અતિશયોક્તિ ગણાશે નહીં. પરંતુ 26 લોકસભા સીટમાંથી પાટણમાં અમિત શાહે સભા કરતા અનેક રાજકીય તર્કવિતર્ક થઈ રહ્યા છે. ગુજરાતની 26 સીટની વાત જવા દો આખા દેશમાં પાટણ સીટ પર જ સૌથી પહેલું ફોકસ કરવા પાછળનું કારણ શું હોય શકે તેની લોકમુખે ચર્ચા થઈ રહી છે. તેમા પણ ખુદ અમિત શાહે મેદાનમાં ઉતરવું પડ્યું અને આ સીટની કમાન હાથમાં લઈ લીધી છે.આ સમીકરણોથી ભાજપની ઊંઘ ઊડી ગઈ.. સિદ્ધપુરમાં યોજાયેલી અમિત શાહની આ સભાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી છે કે, માઈનસમાં ચાલી રહેલી પાટણ સીટ શાહ પ્લસમાં લાવવા મેદાને પડ્યા છે. આ સીટે ભાજપ સંગઠનની ઉંઘ ઉડાવી દીધી હોય તેમ લાગે છે અને તેની પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય શકે છે….