Published by : Rana Kajal
લોકોને મન ગમતી નોકરી કરવી છે… સાંસદને કોણ સમજાવે કે યોગ્યતા થી ઓછી રોજગારી બેકારી કહેવાય… ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાએ એમ જણાવ્યુ હતુ કે બધાનેજ સરકારી નોકરી જોઇએ છે. અથવા તો ઉંચા પગાર વાળી નોકરી જોઈએ છે. યુવાનો કોઈને કોઇ કામ તો કરેજ છે તેમ છતાં ફરીયાદ કરે છે કે બેકારીની સમસ્યા છે… કયા છે બેકારી…પરંતુ આ સાંસદને કોણ સમજાવે કે યોગ્યતા કરતાં ઓછી નોકરી કે ધંધો કરનાર પણ બેકાર જ કહેવાય છે…. જેને અર્થતંત્રમાં પ્રચ્છન બેકારી કહેવાય છે. જેને છુપાયેલ બેકારી કહેવાય છે.